Skip to main content

Posts

Showing posts with the label ગોપીગીત

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી    ----------------------     *(૧૧૯) ગોપીગીત*         -------------    દિવસના અંત સમયે પણ રાત્રિના પ્રારંભ પહેલાં આકાશનો રંગ પણ જરા ઘેરો લાગે છે, અસ્ત પામતા સૂર્યની આછા લાલ રંગની છાયા આકાશને સૌંદર્ય અર્પે છે, ત્યારે ગાયોનાં ટોળાં વળતાં એમની ખરીઓથી ઊડેલી ધૂળની રજના ગોટા આકાશને જાણે વાદળાંથી મઢી દેવા માગતા હોય એવું લાગે છે. રજથી ઢંકાયેલું, આછા લાલ રંગે રંગાયેલું, આકાશ જાણે મેઘરાજાની સવારીનાં વધામણાં આપતું હોય તેમ, રજરૂપ વાદળાંની દોડાદોડથી મોરલા પણ નાચી ઉઠે છે.     મયૂર- નૃત્ય જોઈને, મેઘના આગમનને વધાવવા- નીરખવા વ્રજવાસીઓ ટોળે મળે છે, ત્યારે એક ગોપી ટીખળ કરે છે-    અરે, આ તો મેઘરાજ નહિ પરંતુ વ્રજરાજ નંદકિશોર પધારે છે ગાયો ચરાવીને અને એ સાંભળી સૌ ખસિયાણાં પડી જાય છે.      સુંદિર શ્યામના સ્વરૂપને મેઘરાજ સાથે સરખાવવા માગતી ગોપીઓ *દિનપરિક્ષયે* કહીને શ્યામના સ્વરૂપ- માધુર્યનો મહિમા ગાતાં કહે છે-      *નીલકુન્તલૈર્વનરુહાનનં*- શ્યામસુંદર! તમારા મ...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી     ---------------------     *(૧૧૮) ગોપીગીત*        ----------------    સાધકને માટે ધ્યાનની બે કક્ષા હોય છે. (૧) દોષાપનયનધ્યાન (૨) ગુણ ધ્યાન.     (૧) ધ્યાનની પ્રથમાવસ્થામાં તનના, મનના, હૃદયના મલ- દોષ દૂર કરવા માટે ભગવાનના દોષનિવારક સ્વરૂપનું વર્ણન કરતાં એ સ્વરૂપમાં લીન થવું એ છે દોષાપનયનધ્યાન.    (૨) ભગવાનના ઐશ્વર્યરૂપ ગુણોનો નિષ્કામ ભાવે મહિમા ગાતાં ગાતાં એ ગુણસાગર પરમાત્માના આનંદ સ્વરૂપમાં પ્રેમભાવે લીન થવું એ છે ગુણધ્યાન.     દોષાપનયન ધ્યાનથી ચિત્તમાંથી રાગ- દ્વેષ, ક્રોધ, આવેશ, પ્રમાદ, આળશ, કામ વગેરે દોષ દૂર થાય છે અને એને સ્થાને :-    ગુણધ્યાન દ્વારા શમ, દમ, ઉપરતિ, સત્ય, સંતોષ વગેરે ગુણો પ્રતિષ્ઠા પામે છે.      દોષ દૂર કરવાનું કામ ભગવાનનું છે. તેમ તેને સાથે સદ્ ગુણોની પ્રતિષ્ઠા કરી હૃદયને શણગારવાનું કાર્ય પણ એ જ ભગવાન કરે છે.     અને આ રીતે પ્રભુકૃપાએ ચિત્ત સુશોભિત બને ત્યારે એમાં પરમાત્મ- સ્વરૂપનો અનુભ...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી        ------------------       *(૧૧૫) ગોપીગીત*        -----------------     અલબત્ત, આજે આવી સેવામાં - સેવા પ્રસંગોમાં વિકારો આવે છે. પ્રેમનું તત્વ નહિવત હોય છે. જ્યારે આડંબર વધુ હોય છે. પરંતુ વ્યક્તિદોષને કારણે અષ્ટયામ સેવાનું માહાત્મ્ય ઘટતું નથી.       પ્રેમનું ગણિત જુદું છે. અષ્ટયામ સેવાના ભક્તિમાર્ગમાં આ ગણિત સમજવું જરૂરી છે.      પ્રેમ વિશ્વાસમાં જ પ્રગટે છે અને એ સેવા રૂપે પરિણામ પામે છે.       ભગવત્- સેવાથી સ્મૃતિ- સ્મરણ થાય છે. સ્મરણથી તૃપ્તિ અનુભવાય છે.       જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી.       જ્યાં પ્રેમ છે ત્યાં સેવા સ્વાભાવિક રીતે થાય છે.      પ્રેમ અને સેવા દ્વારા જીવન પ્રિયતમને સમર્પિત બને છે.       પ્રિયતમના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું સમર્પણ એટલે પ્રેમની પૂર્ણતા - પ્રેમની સિદ્ધિ.        આવું સ્વવ્યક...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી      --------------------      *(૧૧૬) ગોપીગીત*         ----------------    ગોપી પ્રતિષ્ઠિત પ્રેમમાર્ગના પ્રવર્તક શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એક મહાત્માને જ્યારે એમના પ્રેમસંપ્રદાય સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એમણે જે નિશ્ચયાત્મક અને વિશ્વાસપૂર્ણ વાણીમાં સંપ્રદાયનું સારતત્વ સમજાવ્યું તે આ છે :-     " નિર્ગુણ નિરાકાર બ્રહ્મ,  અથવા તો સગુણ નિરાકાર ઈશ્વર કે વૈકુંઠવાસી નારાયણ,  એમાંથી કોઈ મારા આરાધ્ય દેવ નથી. "     " અલબત્ત,  અમારા આરાધ્ય ભગવાન તો છે, પરંતુ તે વ્રજરાજકુમાર છે. "     " અમારૂં ધામ વૈકુંઠ, શ્વેતદ્વીપ કે ગોલોક નથી, પરંતુ એ વ્રજરાજકુમારનું ધામ વૃંદાવન જ અમારૂં ધામ છે. "      " અમારી ઉપાસના પદ્ધતિ ગોપીભાવ જેવી કોઈક છે, જેની કલ્પના વ્રજવધુઓએ કરી છે. એ પધ્ધતિ એટલે વ્રજની માતાઓનું વાત્સલ્ય અગર તો વ્રજભગિનીઓનું ભ્રાતૃત્વ નથી. "     "અમારો પ્રામાણિક ગ્રંથ એટલે નિર્મલ, નિર્દોષ મહાપુરાણ શ્રીમદ્ ...