*મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય વિરચિત શ્રીમદ્ ભાગવત સુબોધિની* *દશમ સ્કન્ધ જન્મ પ્રકરણ* *અધ્યાય: ૧ થી ૪ અધ્યાય ૪ શ્રી કૃષ્ણના પ્રાક્ત્યનું કારણ* સિદ્ધાંત : નહિસાપેક્ષરૂ પસ્ય પ્રથમં સુનિરૂ પણમ્ ।। નવલક્ષણસાપેક્ષો હ્યાશ્રયો રૂપ્યતે કથમ્ ? ।।કા.૭ || (બીજાની) અપેક્ષાવાળાનું પહેલાં સારી રીતે નિરૂપણ થઈ શકે નહિ, તેથી નવ લક્ષણોની અપેક્ષાવાળા આશ્રયનું (દશમા સ્કંધમાં) નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? કા.૭. (શ્રીમદ્ભાગવત ૨।૧૦।૧માં સર્ગ વિસર્ગ વિગેરે દશ લીલાઓ કહેલી છે તે પૈકી) સર્ગ, વિસર્ગ વિગેરે પહેલી નવ લીલાની અપેક્ષા આશ્રયને રહે છે. તેથી પહેલાં સર્ગ, વિસર્ગ વિગેરે નવનું નિરૂપણ કર્યા વિના આશ્રયનું નિરૂપણ સારી રીતે થઈ શકે નહિ. તેથી એ નવનું નિરૂપણ થયા પહેલાં, એ નવેની અપેક્ષાવાળા આશ્રયનું નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે.) (કા) અગ્રે લીલાદ્વયકથા ફલસિદ્ધૌ વૃથા ભવેત્ ।। પૂર્વોત્તરસ્કન્ધયોચ્શ્ર નશ્યેત્ કારણકાર્યતા ।।કા.૮ ।। *આગળ* ફલ પ્રાપ્તિ થતાં આગળ બે લીલાઓની કથા નકામી થાય. પહેલાંના અને પછીના સ્કંધોનાં કારણ અને કાર્યના ભાવનો નાશ થાય. કા. ૮. શરીર રહિત વિષ્ણુ પુરુષનું શરીર ગ્રહણ કરે તે સર્ગ. પ...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....