Skip to main content

વેદ


અથર્વવેદ
અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું
અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે[૧][૨]. અથર્વવેદનો અર્થ થાય છે, અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે.[૩] વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ ૪૨૮૭ મંત્રો છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડ (સ્કંધ)માં વહેંચાયેલા છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા કાંડ સિવાયના બધા જ કાંડ પદ્ય સ્વરૂપે રચાયા છે[૪]. ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે[૫]. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે, પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે[૬]. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે[૭][૮] જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ[૯][૧૦].

 ઋગ્વેદ

ઋગવેદની હસ્તપ્રત
ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) ભારતીય પ્રાચીન વૈદિક સંસ્કૃત સ્તોત્રોનું સંકલન છે અને સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના પવિત્ર ચાર વેદો પૈકીનો એક છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી જુનો ગ્રંથ છે, જે હજુ પણ વપરાય છે. ઋગ્વેદ ભારતીય-યુરોપીય ભાષામાં લખાયેલ વિશ્વનું સૌથી જુનું લખાણ છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સુક્ત છે, જેમાં દેવતાઓની સ્તુતિ કરેલી છે. તથા આમા દેવતાઓને યજ્ઞમાં આહ્વાન કરવા માટે મંત્રો છે, આજ સર્વ પ્રથમ વેદ છે. ઋગ્વેદને દુનિયાના સર્વ ઇતિહાસકાર સૌથી પહેલી રચના માને છે.

 યજુર્વેદ

યજુર્વેદ (સંસ્કૃત: यजुर्वेद) હિંદુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગદ્ય શૈલિમાં લખાયેલા મંત્રોનો બનેલો છે.[૧]] યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન છે.[૧] યજુર્વેદનો ચોક્કસ રચનાકાળ જાણી શકાયો નથીપરંતુ  વિષયમાં સંશોધન કરનારા મોટાભાગના સંશોધનકારો તેને ઇસ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસમાં રચવામાં આવ્યો હોવાનું માને છે, જેનો અર્થ એ થાય છે કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના કાળનો જ વેદ છે.[૨]
યજુર્વેદને ખાસ કરીને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, જેને અંગ્રેજીમાં અનુક્રમે કાળો (બ્લેક યજુર્વેદ - "black" Yajurveda) અને સફેદ (વ્હાઇટ યજુર્વેદ - "white" Yajurveda) તરીકે વર્ણવવામાં આવે છે. કૃષ્ણ યજુર્વેદમાં કૃષ્ણકે જે કાળા રંગનો સૂચક છેતેનો અર્થ  થાય છે કે યજુર્વેદનો એવો ભાગ કે જેમાં મંત્રોની ગોઠવણી અનિયમીતઅસ્પષ્ટ અને પચરંગી છે; જ્યારે તેથી ઉલટું શુક્લ કે જે શ્વેત રંગનો સૂચક છે, એ શુક્લ યજુર્વેદમાં મંત્રો સ્પષ્ટ, નિયમિત અને ક્રમબદ્ધ ગોઠવાયેલા છે.[૩] કૃષ્ણ યજુર્વેદના ચાર સંસ્કરણો મળી આવે છે જ્યારે શુક્લ યજુર્વેદ બે સંસ્કરણોના રૂપમાં સચવાએલો જોવા મળે છે.[૪]
યજુર્વેદની સૌથી જૂની સંહિતામાં ૧૮૭૫ શ્લોકો છે, જે સર્વથા ભિન્ન હોવા છતાં ઋગ્વેદના શ્લોકો પરથી રચાએલા હોય તેવા છે.[૫][૬] તેના બાદનું સ્તર શતપથ બ્રાહ્મણ છેજે વૈદિક ધર્મના બ્રાહ્મણ શાસ્ત્રોમાં સૌથી મોટો ગ્રંથ છે.[૭] જ્યારે સૌથી તાજી કે નવી સંહિતામાં ઘણાબધા પ્રાથમિક ઉપનિષદોનો સમાવેશ થાય છે, એવા ઉપનિષદો જેમનો હિંદુ તત્ત્વજ્ઞાન/દર્શનશાસ્ત્ર પર ખાસો એવો પ્રભાવ છે. આ ઉપનીષદો છે: બૃહદારણ્યક ઉપનિષદઈશ ઉપનિષદતૈત્તિરીય ઉપનિષદકઠ ઉપનિષદશ્વેતાશ્વતર ઉપનિષદ અને મૈત્રી ઉપનિષદ.[૮][૯]

સામવેદ

સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે.[૧] સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે.[૨] મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે.[૩] [૪]તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. અ વેદની પત્નીનું નામ શિવા છે [૫].
અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું.[૬] છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે, ખાસ કરીને વેદાંત દર્શન પર.[૭] ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.[૮]
ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે. એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે: રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીય ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે. તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે[૫].


Comments

Popular posts from this blog

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે...   બહુચર-

SBI ATM Card Application Form - State Bank of India

WhatsApp Send By Excel

  Excel Format MobileNo Messages 919723475111 Test 919727715979 Test1 919904432168 Test3   Code For Excel  Module   Sub WhatsAppMsg() Dim LastRow As Long Dim i As Integer Dim strip As String Dim strPhoneNumber As String Dim strMessage As String Dim strPostData As String Dim IE As Object LastRow = Range("A" & Rows.Count).End(xlUp).Row For i = 2 To LastRow          strPhoneNumber = Sheets("Data").Cells(i, 1).Value     strMessage = Sheets("Data").Cells(i, 2).Value          'IE.navigate "whatsapp://send?phone=phone_number&text=your_message"          strPostData = "whatsapp://send?phone=" & strPhoneNumber & "&text=" & strMessage     Set IE = CreateObject("InternetExplorer.Application")     IE.navigate strPostData     Application.Wait Now() + TimeSerial(0, 0, 5)     SendKeys "~" Next i      End Sub