Skip to main content

Posts

Showing posts from October, 2015

જરૂર વાંચજો, તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...

જરૂર વાંચજો, તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે... સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય : ======================== જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે. શનિવારે માથામાં તેલ ન નખાય : =================== અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા મા

આયુર્વેદનો ખજાનો ( Ayurveda treasure )

આયુર્વેદનો ખજાનો Glow In The Special Turmeric Paste Of Turmeric Will Forget The Scenes હળદરનો આયુર્વેદિક ઉપયોગ,ફેસિયલને પણ ભુલી જશો.................. હળદર મસાલા સાથે એક આયુર્વેદિક ઔષધી પણ છે.તેની અંદર અનેર અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા છે.હળદરના આ ગુણોને કારણે તેનો પ્રયોગ અનેક બીમારીઓનો ઈલાજ પણ કરે છે.ભારતમાં સદીઓથી હળદરનો પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપમાં કરવામાં આવે છે.વર હોય કે વધુ બંને માટે રંગ નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા છે.માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન લગાવવાથી ન માત્ર રંગ નિખારે છે પણ ત્વચાને નિરોગી બનાવે છે. આચાર્ય સુશ્રુતે હળદરને શ્વાસના રોગ,ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં કારગર માનવામાં આવે છે.આ ઉપરાંત પાચન,કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી છે.આ જ કરાણે જુના સમયમાં વર વધુના રૂપના સૌદર્ય માટે હળદરનુ ઉબટન લગાવવામાં આવે છે.જેને આપણે પીઠી કહીએ છીએ. આગળ જાણો હળદરના પ્રાચીન ઉપયોગ વિશે... હળદરને થોડી માત્રામાં લઈ તેમાં માખણ સારી રીતે મિકસ કરો.આ તૈયાર કરેલા મિશ્રણને ત્વચા પર સારી રીતે લગાવી દો.અડધો કલાક બાદ સ્નાન કરી લો.થો