🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*“ચોપટ, સોગઠાં, શતરંજનો “ભાવ” જાણો.*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ચોપટમાં 16 સોગઠાં હોય છે. તેમાં સાત્વિક રાજસ અને તામસ એ દરેકના ત્રણ ત્રણ ભેદ કરીએ એટલે નવ થયા ને ? તેમાં બીજા 7 ઉમેરો સત, ચિત, આનંદ, વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ અને નિર્ગુણના... થયા ને સોળ ?
પાસામાં પોબારા હોય છે તેમાં પ્રથમષ્ટક અવયવ, દ્વિતીયષ્ટક, ધર્મ અને એક ધર્મી. ચોપાટમાં બધાં થઈને 96 ખાનાં હોય છે, તેનો ભાવ કેવો છે ?
16 શ્રુંગાર પુરુષના, 16 શ્રુંગાર સ્ત્રીના અને 64 કળાઓ, એ મળીને 96 ખાનાં છે.
શતરંજમાં 32 સોગઠાં હોય જેમાં સ્ત્રીના 16 અને પુરુષના 16 શ્રુંગાર મળીને 32 ગોટિકા થાય. વળી તેમાં 64 ખાનાં કળરૂપ હોય છે, બે ખેલવા વાળા હોય છે અને બે જોવા વાળા, એમ મળીને સો (શત) થાય માટે જ તેને શતરંજ કહે છે.
વાઘ અને બકરીના ખેલનો આશય પણ જાણી લેવા જેવો છે કેમ કે એની પાછળનો ભાવ જાણી ને દર્શન કરીએ તો ભાવ ખૂબ જ વધે.
20 બકરીઓ હોય છે તે સાત્વિકાદિ ભેદ વડે 9 ગુણ અને 11 ઇંદ્રિયો છે, વાઘ હોય છે તે પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ છે.
જ્યારે ભક્તો બકરીઓ લે છે એટલે કે નવ ગુણ અને 11 ઇંદ્રિયોમાં સરી પડે છે ત્યારે પ્રભુ વાઘ લઈને ખેલે છે અને ભક્તોને 4 પુરુષાર્થ આપે છે.
પણ જ્યારે પ્રભુ બકરીઓ લે છે ત્યારે ભગવદ્ ભાવાધિક્યના કારણે ભક્તો ભોક્તા બને છે અને ભગવાનને રસાનુભવ કરાવે છે, આ વાત ખુબ સમજી લેવા જેવી છે. ભક્તો ભોક્તા બની ને પ્રભુને રસનો અનુભવ કેવી રીતે કરાવે છે એ ચિંતનનો વિષય છે. જેમ જેમ આ વાતનો વિચાર કરશો તેમ તેમ આ “મહાવાક્ય”નો રહસ્ય ભરેલો અર્થ સમજાશે.
(શ્રી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર)
*==========================*
Comments
Post a Comment