*પપ્પા. પપ્પા એટલે કોણ?*
+++++++++++++++
( ✅👍🏻 આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની ખૂબી પોઈંટ વાઈસ રજૂઆત )
ગમે તો જરૂરથી ફોરવડ કરજો !!
➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !!
માટે , એમને કયારે પણ શબ્દના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !!
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારે ઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* )
✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે.
✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
👍🏻 જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.
👉🏻 ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા.
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય.
..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*
🏵️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.
➡️ દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે.
👍🏻 *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.
🙏🏻 પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.
✍🏻 *પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ....!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*
🔔✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*.
✅ દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.
➡️ *દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
😄✅😁 પપ્પા....જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.
👉🏻 પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.
✍🏻 જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!
👏🏻🙏🏻👏🏻 પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.
➡️ ✅ ➡️તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.
🏵️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે*. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!
🔔 પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો ...હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !!
👏🏻 ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા - છોકરીઓની હાજરી માં તો નહી જ !!!
👉🏻 કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!
👏🏻🙏🏻👏🏻હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! 🙏🏻
*સર્વે બાપુજી,બાપા,પપ્પા, પિતા ને સમર્પિત*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Comments
Post a Comment