Skip to main content

શ્રીમદ્ ભાગવત રહસ્ય: પ્રથમ સ્કંધ

👏🌄🌻"📕"🌷
🌹 *શ્રીમદ્ ભાગવત રહસ્ય:* (પેજ:*27*)
*🌺🍁🌸પ્રથમ સ્કંધ*:--
☘️🍀☘️🛕☘️🍀☘️
શ્રી કૃષ્ણ: શરણં મમ🦚
[[ *ઋષિઓ બાલ સ્વરૂપ ની આરાધના કરે છે*. બાળક જલ્દી પ્રસન્ન થાય છે. બાલકૃષ્ણ જલ્દી પ્રેમ કરે છે, *જલદી પ્રસન્ન થાય છે*. કનૈયાનો કોઈ ભક્ત તેને બોલાવે છે, *તો કનૈયો દોડતો આવે છે*.]]                            
હું દાસી પુત્ર હતો પણ મેં ચાર મહિના કનૈયા ની કથા સાંભળી. મને સત્સંગ થયો તો મારું જીવન દિવ્ય બન્યું. *કૃષ્ણકથાથી મારું જીવન સુધર્યું*. હું દાસી પુત્ર હતો. આચાર વિચારનું ભાન હતું નહિ, પરંતુ મેં કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું આ બધી મારા ગુરુની કૃપા છે.
 વ્યાસજી નારદજીને કહે છે, તમારા પૂર્વ જન્મની કથા કહો. નારદજી કહે છે:-- સાંભળો, હું સાતઆઠ વર્ષનો હતો. મારા પિતા નાનપણમાં મરણ પામેલા. મારી મા દાસી તરીકે કામ કરતી હતી. હું ભિલ બાળકો સાથે રમતો. મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતાં ફરતાં સાધુઓ આવ્યા ગામલોકોએ તેઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા કહ્યું, અને કહ્યું, કે આ બાળકને તમારી સેવામાં સોંપીએ છીએ. તે પુજાનાં ફુલો લાવવાં વગેરે કામમાં મદદ કરશે.વિધવા નો છોકરો છે; તે પ્રસાદ પણ તમારી સાથે લેશે. મને સંતોનાં એકલાં દર્શન નહિ, પરંતુ તેમની તેઓની સેવા કરવાનો લાભ પણ મળ્યો, *કોઈ મહાપુરુષની પ્રત્યક્ષ સેવા ન કરો ત્યાં સુધી મનમાંથી વાસના જતી નથી, અંદરના વિકારો જતા નથી*. મારા ગુરુ પ્રભુભક્તિમાં રંગાયેલા હતા. મને સાચા સંતની સેવા કરવા મળી. એક તો સાચા સંતના દર્શન થતાં નથી. અને થાય છે તો તેમના પ્રત્યે સદ્ ભાવ જાગતો નથી . મારા ગુરુદેવ સાચા સંત હતા. ગુરુ અમાની હતા એટલે બીજાને માન આપતા હતા. એમના સંગથી મને ભક્તિ નો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું ત્રણ સદગુણોનું વર્ણન આવશ્યક છે. શુકદેવજીએ જન્મતા વેંત વ્યાસજી ને કહ્યું કે મારે તમારી સાથે કાંઈ સંબંધ નથી. તમે મારા પિતા નથી. મારા પિતા પ્રભુ છે. મને જવા ધો. પરંતુ આ માર્ગ સામાન્ય મનુષ્યોથી અનુસરી શકાય તેવો નથી. સહેલો માર્ગ એ છે કે સર્વ સાથે પ્રેમ કરો . અથવા એક પ્રભુ સાથે જ પ્રેમ કરો. આત્મા અને પરમાત્મા એક છે. ગુરુદેવ પ્રેમની મૂર્તિ હતા. ગુરુજી ના ઊઠતાં પહેલા હું ઊઠતો. ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ તુલસી હું લઈ આવતો. મારા ગુરુજી દિવસમાં બે વાર કીર્તન કરે . સવારે બ્રહ્મસૂત્રની ચર્ચા કરે પણ રોજ રાત્રે કૃષ્ણ કથા કૃષ્ણકીર્તન કરે.કનૈયો તેમને વહાલો. મારા ગુરુદેવ ના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. ઋષિઓ બાલ સ્વરૂપની આરાધના કરે છે. બાળક જલ્દી પ્રસન્ન થાય છે .બાલ કૃષ્ણ જલ્દી પ્રેમ કરે છે, જલદી પ્રસન્ન થાય છે . *કનૈયા નો કોઈ ભક્તે તેને બોલાવે છે, તો કનૈયો દોડતો આવે છે*.હું કીર્તન માં જતો. કથા સાંભળતો. હું બહુ ઓછું બોલતો હતો. બહુ બોલનારો સંતોને ગમતો નથી. વાણીથી શક્તિનો વ્યય કરશો નહિ બહુ ઓછું બોલો. મૌન રાખી સેવા કરનાર ઉપર સંત કૃપા કરે છે. આ ત્રણ ગુણ નારદજી કહે છે મારામાં હતા. હું તો ભીલ અને કોળી બાળકો સાથે રમવા જાઉં એક દિવસ હું કથામાં ગયો. મારા ગુરુદેવ કૃષ્ણકથાનું વર્ણન કરતા હતા. મેં કથામાં બાળલીલા સાંભળી. નાનાં બાળકો કનૈયા ને બહુ વહાલાં લાગે છે. કથા શ્રવણ કરતાં પ્રભુ પ્રત્યે સદ્ ભાવ જાગ્યો. *કૃષ્ણકથા એ પ્રેમકથા છે. કૃષ્ણકથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને સર્વને આનંદ આવે છે.શ્રી કૃષ્ણની કથા એવી દિવ્ય છે કે તે સર્વને આનંદ આપે છે*.કૃષ્ણ કથામાં એવો આનંદ આવવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયું, હું રમવાનું ભૂલી ગયો. કૃષ્ણ કથામાં ગુરુદેવ પાગલ બને. મનુષ્ય સંસાર પાછળ પાગલ બન્યો છે. તેમાંથી મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ બને, તો જીવ અને શિવ એક થાય.
 સંતની આંખ શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે. સંત આંખથી પાપ કરતા નથી. સંતની આંખમાં શ્રીકૃષ્ણ બેઠેલા હોય છે. સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે: સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે. માળા કરતાં જેને સંભાળશે તેનું જીવન સુધરશે. પ્રેમમાં જેને ભેટી પડે તેનું કલ્યાણ થશે. તમારી આંખ-રતનનું જતન કરજો. મારા ગુરુ મને વારંવાર નિહાળે. ગુરુજી કહે, આ છોકરો બહુ ડાહ્યો છે. ગુરુજીને આનંદ થાય છે કે આ જીવ જાતિહીન છે, પણ કર્મહીન નથી. *સંત જેને પ્રેમથી નિહાળે છે, તેનું કલ્યાણ થાય છે*.
 એક દિવસ સંતો જમી રહ્યા પછી હું તેઓના એઠાં પતરાવળાં ઉઠાવતો હતો. હું દાસી પુત્ર હતો. મને ખાવાનું કોણ આપે❓ ગુરુજીએ આ પ્રમાણે મને સેવા કરતા જોયો. સંતનું હૃદય પિગળ્યું. ગુરુ એ પૂછ્યું:- હરિદાસ, તે ભોજન કર્યું કે નહિ❓ મેં ના પાડી. ગુરુને મારા પર દયા આવી. આ બાળક કેવો ડાહ્યો છે❗ ગુરુદેવે મને આજ્ઞા કરી પતરાવળામાં મેં જે રાખ્યું છે તે મેં તારા માટે રાખ્યું છે . એ મહાપ્રસાદ છે. તે તું ખાજે. મેં પ્રસાદ લીધો.
 શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વિના તેમનું ઉચ્છિષ્ટ ખાવું નહિ. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હ્રદય પીગળતાં બોલીને આપે ત્યારે પ્રસન્ન થયા એમ સમજવું. મેં પ્રસાદ ગ્રહણ કર્યો. મારા સર્વ પાપ નાશ પામ્યાં મને ભક્તિનો રંગ લાગ્યો. મને કૃષ્ણ પ્રેમ નો રંગ લાગ્યો. તે દિવસે હું કીર્તનમાં ગયો તે વખતે મને નવો જ અનુભવ થયો. કીર્તન માં અનેરો આનંદ આવ્યો❗ હું આનંદમાં થૈ થૈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દેહાધ્યાસ છૂટે છે કીર્તનભક્તિ કૃષ્ણને અતિશય પ્રિય છે.ભક્તિનો રંગ તે જ દિવસથી લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપીને સુખી કરે એ સંત નહિ. પણ તમારા મનને સુધારે, સ્વભાવને સુધારે, તમારી ભક્તિ ને વધારે અને સુખી કરે તે સંત. 
શુકદેવજી કહે છે:- નારદજી વ્યાસજીને આત્મચરિત્ર સંભળાવે છે. હું ઓછું બોલતો હતો એટલે મારા ઉપર સંત ની કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો. સર્વમાં સદ્ ભાવ રાખતા હોવા છતાં ગુરુદેવે મારા ઉપર ખાસ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંધના પાંચમા અધ્યાયનો ૩૭મો શ્ર્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. આ વાસુદેવ-ગાયત્રીનો હંમેશા જપ કરવો.  
नमो भगवते तुभ्यं वासुदेवाय धीमही ।
प्रधुम्नायानिरुद्धाय नमः सक्कर्षणाय च । *મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ની શુદ્ધિ આ વાસુદેવ, પ્રદ્યુમન, અનિરૂદ્ધ, સંકર્ષક કરે છે*. ચાર મહિના આ પ્રમાણે મેં ગુરુદેવ ની સેવા કરી. ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો. ગુરુજી હવે જવાના જાણી મને દુઃખ થયું. મેં ગુરુજી ને કહ્યું:-- ગુરુજી આપ મને સાથે લઈ જાવ. મારો ત્યાગ ન કરો હું આપને શરણે આવ્યો છું. હું તમારે ઓટલે પડ્યો રહીશ. હું તમારું હલકામાં હલકું કામ કરીશ. મને સેવામાં સાથે લઈ જાવ. મારી ઉપેક્ષા ન કરો. ગુરુદેવ વિધાતાના લેખ વાંચી મને કહ્યું કે તું તારી માતા નો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મમાં તારે તેનું ઋણ ચૂકવવાનું છે. માટે મા નો ત્યાગ કરીશ નહિ. તું તારી માને છોડીને આવીશ તો તારે ફરીથી જન્મ લેવો પડશે. તારી માનો નિઃસાસો અમને ભજનમાં વિક્ષેપ કરશે, તું ઘરમાં જ રહેજે, *ઘરમાં રહીને પણ પ્રભુનું ભજન થઈ શકે છે*.🙏🏻
(➡️પેજ:*28* કાલે દર્શાવાશે. )
✍️સંકલન:જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ. 
[[📕: શ્રીમદ્ ભાગવત મગ્ન પંડિત *શ્રી રામચંદ્ર શાસ્ત્રી ડોંગરેજી મહારાજ* દ્વારા પ્રકટ કિયે ગયે ભાગવત રહસ્ય કે પ્રકાશન.(1964). ]] 
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏

Comments

Popular posts from this blog

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે...   બહુચર-

SBI ATM Card Application Form - State Bank of India

આઝાદ ભારત વડાપ્રધાન અને અંગ્રેજી શાસન અને શાસનનો સમયગાળો

 👌માહિતી એકઠી કરનાર મિત્રને અભિનંદન, એકવાર વાંચો અને દસ લોકોને મોકલો.    1 = 1193 મુહમ્મદ ઘોરી    2 = 1206 કુતુબુદ્દીન ઐબક    3 = 1210 અરમ શાહ    4 = 1211 ઇલતુત્મિશ    5 = 1236 રુકનુદ્દીન ફિરોઝ શાહ    6 = 1236 રઝિયા સુલતાન    7 = 1240 મુઇઝુદ્દીન બહરામ શાહ    8 = 1242 અલ્લાઉદ્દીન મસૂદ શાહ    9 = 1246 નસીરુદ્દીન મેહમૂદ    10 = 1266 ગિયાસુદીન બાલ્બન    11 = 1286 કાઈ ખુશરો    12 = 1287 મુઇઝુદ્દીન કૈકુબાદ    13 = 1290 શામુદ્દીન કોમર્સ           1290 ગુલામ વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 97 વર્ષ)    ખિલજી વંશ    1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી    2 = 1296 અલાદ્દીન ખિલજી    4 = 1316 સહાબુદ્દીન ઓમર શાહ    5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ    6 = 1320 નસીરુદ્દીન ખુસરો શાહ    7 = 1320 ખિલજી વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 30 વર્ષ)    તુગલક વંશ    1 = 1320 ગિયાસુદ્દીન તુઘલક I    2 = 1325 મુહમ્મદ બિન તુગલક II    3 = 1351 ફિરોઝ શાહ તુગલક    4 = 1388 ગિયાસુદ્દીન તુગલક II    5 = 1389 અબુ બકર શાહ    6 = 1389 મુહમ્મદ તુગલક III    7 = 1394 સિકંદર શાહ પ્રથમ    8 = 1394 નસીરુદ્દીન શાહ દુસરા    9 = 1395 નસરત શા