*🌹શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ગ્રંથોમાં પુષ્ટિમાર્ગીય ભક્તિમાર્ગની મૂળભૂત માન્યતાઓનો પરિચય આપ્યો છે.*🌹
🍁 *શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ છે. જે શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથો રહેલા છે. વૈષ્ણવો જ્યારે આ ચાર ધર્મોને સમજીને હૃદયમાં ધારણ કરી લે ત્યારે તે સંપૂર્ણ રીતે શ્રી વલ્લભનો વૈષ્ણવ બની જાય છે.*
🎍 *કૃષ્ણની સેવા એ જ ધર્મ છે આથી વૈષ્ણવ જીવોએ ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરવાં, ભગવાન શ્રી કૃષ્ણનાં ચરણોનું જ સદૈવ ચિંતન, મનન અને સ્મરણ કરવું. પ્રભુ અને ગુરુ ચરણો પ્રત્યેની દ્રઢ આસ્થા ભક્તોને વિશ્વાસ આપે છે કે પ્રભુ પોતાના જીવોની રક્ષા કરે જ છે. જીવોની પ્રભુ પ્રત્યેની દ્રઢ આસ્થા જ ભગવદ શાસ્ત્રોનું ગૂઢત્તમ રહસ્ય છે.*।
*શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે વૈષ્ણવોએ લૌકિક ચિત્તવૃતિ અને અહંતા મમતાથી ભરેલા આ સંસારનો નિરોધ કરીને ભગવદ્ સેવા કરવામાં મન પરોવી દેવું જોઈએ. કારણ કે ચિત્ત નિરોધથી વધીને ન કોઈ મંત્ર છે, ન કોઈ તંત્ર છે, ન કોઈ મોટો સ્તોત્ર છે, કે ન કોઈ વિદ્યા અને ન કોઈ તીર્થસ્થળ છે.*
🎍 *શ્રી હરિરાય મહાપ્રભુજી વિશેષ સમજાવતાં કહે છે છે કે પુષ્ટિમાર્ગમાં સેવા અને ફલ બંને છે, તેથી કેવળ શ્રી ઠાકુરજી અને ગુરુ શ્રી વલ્લભની કૃપા તેમજ અનુગ્રહ દ્વારા વૈષ્ણવોને સેવાની પ્રાપ્તિ થાય છે,*
🌹 *શ્રી મહાપ્રભુજીએ બીજી અન્ય એક વાત પણ સમજાવતાં કહ્યું છે કે જેમ જલ જીવોને શીતળતા પ્રદાન કરે છે તેમ ભગવાનના ગુણો પણ શીતલ છે પરંતુ એ શીતળતાનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે વૈષ્ણવો પ્રભુસેવાનો આનંદ ઉઠાવે છે*.
કારણ
🍁 *પ્રભુસેવા એ પોતાના &&જીવોને શરણાર્ગતિની સાથે શીતલતા પણ પ્રદાન કરે છે.પ્રભુચરણમાં અને શરણમાં મગ્ન રહેનાર ભક્તને માટે પોતાના ભગવાન માટેનો પ્રેમ એજ વ્યસન સમાન બની જતાં તે વ્યસન જ તે જીવોને પ્રભુસેવા અને પ્રભુ રૂપી સેવા ફલ આપી દે છે.
શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સૂચવે છે કે જીવ એ પ્રભુનો સેવક છે અને સેવકનો ધર્મ છે કે તે પોતાનું સમસ્ત જીવન પ્રભુને સમર્પિત કરી કૃતાર્થ, નિશ્ચન્ત અને આનંદિત થઈ પોતાના સેવકધર્મનું પાલન કરે અને મનમાં દ્રઢતા, વિશ્વાસ અને શ્રધ્ધા રાખે કે પ્રભુ જેને અંગીકાર કરે છે તેનું સદાયે પરમ કલ્યાણ જ કરશે. આશ્રય શ્રી કૃષ્ણનો હોવો જોઈએ*
Comments
Post a Comment