👉 " સંસારનું સર્વોચ્ચ અને સર્વાધિક સુખ પુરુષોને સ્ત્રીઓથી પ્રાપ્ત થાય છે. અને સર્વાધિક દુ:ખ પણ સ્ત્રીઓથી જ થાય છે. કઇ સ્ત્રી કોને કેટલું સુખ કે દુ:ખ આપશે તે પ્રથમથી નક્કી કરી શકાતું નથી. નીવડે જ ખબર પડતી હોય છે. પણ નીવડવામાં સમય લાગે.મહિનાઓ અને વર્ષો પણ લાગે.
મારી દ્રષ્ટિએ પત્નીઓના ચાર પ્રકાર છે.
(1) અનુગામીની
- અનુગામીની પત્ની તે છે જે પતિના પગલે પગલે પાછળ-પાછળ ચાલ્યા કરે. પગલે પગલેનો સ્થુળ અર્થ કરવાનો નહિ. પણ આજ્ઞા પ્રમાણે ચાલનારી સ્ત્રી.પતિની આજ્ઞા એ જ જીવનમાર્ગ.
(2) સહગામિની.
- બીજી પત્ની સહગામિની હોય છે. તે સાથે ને સાથે ચાલે છે. સુખમાં-દુ:ખમાં પુરેપૂરો સાથ આપે છે. તે મિત્રભાવથી વર્તે છે. પતિ મિત્ર છે અને હું તેની મિત્ર છું.
(3) અગ્રગામિની
- કેટલીક પત્નીઓ પતિથી આગળ ચાલે છે. તેનામાં બૌદ્ધિક અને બીજી ક્ષમતાઓ પતિ કરતાં ઘણી વધારે હોય છે, તેથી તે આગળ આગળ ચાલતી રહે છે. બધા મહત્વના નિર્ણયો તે કરે છે. ઘરમાં તે સર્વોપરી હોય છે.
(4) પ્રતિગામિની
- કેટલીક પત્નીઓ પ્રતિગામિની હોય છે. પતિની દિશાથી ઊંધી દિશામાં ચાલનારી. આવી પત્ની, પતિને દુશ્મન જેવો ગણે છે. આવી સ્ત્રીનો પતિ કદી પણ સુખી ન થઇ શકે. "
🙏स्वामी श्रीसच्चिदानंदजी🙏
Comments
Post a Comment