🎹🏵️🌾🌹🌾🏵️🎹
👏🏼🙇♂️👏🏼
*🙏આજનો સત્સંગ 🙏*
👇🏽👇🏽👇🏽
*🌹શ્રીયમુનાજી - અલૌકિક દાનના દાતા🌹*
➖➖➖➖➖
લેખકઃ- શ્રીગોવિંદભાઇ ભરડવા
(પુષ્ટિ ઝરણાં માંથી)
*ફકત 'યમુનાષ્ટક' ના પાઠ કરવાથી શ્રીયમુનાજી અલૌકિક દાન આપતા નથી, પણ શ્રીયમુનાજીનું દ્દઢ શરણ સ્વીકારીને રહીએ અને પછી શ્રધ્ધાપૂર્વક શ્રીયમુનાજીના સ્વરુપને ચિત્તમાં રાખીને *'જપ મર્યાદા, ધ્યાને પુષ્ટિ'* ની જેમ શ્રીયમુના સ્વરુપનું ધ્યાન ધરીને પાઠ કરીએ તો પુષ્ટિની રીત મુજબ શ્રીયમુનાજી પ્રસન્ન થાય છે અને અલૌકિક દાન આપે છે.
શ્રીયમુનાજીના દ્દઢ આશ્રય માટે તેટલાં દુઃખ આવે, વિકટ પરિસ્થિતિ આવે, ઉદ્દેગ થાય, શરીરનું અનુસંધાન ન રહે તો પણ અન્યાશ્રય ન કરીએ, બીજા કોઇ દેવ - દેવીઓના દોરા - ધાગા કે માનતા ન કરીએ, ફકત શ્રીયમુનાજીનો અનન્ય આશ્રય રાખીએ તે ખાસ જરુરી છે.
શ્રીયમુનાજી જેવો જગતમાં બીજો કોઇ દાતા મળશે નહીં. તેથી ગોવિંદ સ્વામી કહે છેઃ *'જમુનાજી સી નાહિ કોઉ ઔર દાતા, જોઇ ઇનકી શરન જાત હૈ દૌરિકેં, તાકિકોં તિહિ છિન, કરિ સનાથા.'*
શ્રીયમુનાજીએ જે અલૌકિક દાન કિશોરીબાઇને કરેલ, એવું જ દાન સર્વ પુષ્ટિજીવોને કરે છે, પણ શરત એટલી કે અન્ય કોઇ દેવી દેવોનો આશ્રય ન કરવો અને યમુનાજીની અનન્ય શરણાગતિ રાખવી.
શરણાગત જીવોના અનન્યાશ્રયથી શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના સ્વરુપાનંદનું દાન કરીને તુરત સનાથ કરે છે.
==================$
Comments
Post a Comment