*🌕આસો સુદ ૧૫, શરદ પૂનમ 🌕*
*20-10-2021, બુધવાર.*
*🌟 શરદ પૂનમનું જૈન ધર્મ અનુસાર મહત્વ અને તેના ફાયદા 🌟*
*🟨 આસો સુદ પૂનમથી શરદ ઋતુ શરૂ થાય છે. માટે જ આ પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે.*
🔸એક કહેવત છે કે
*શતં જીવ શરદં*
*અર્થ: સો શરદ ઋતુ જીવો.*
*🟣સમગ્ર વર્ષની 6 ઋતુ હોય છે, તેમાં માત્ર શરદ ઋતુ નું નામ જ કેમ રાખ્યું.??*
*🟪કેમકે આ ઋતુ એટલે રોગ નું ઘર.*
*ચોમાસું હજુ માંડ પૂરું થયું હોય, ભાદરવા મહિનાની ગરમીનો આકરો તાપ ચાલુ હોય, શિયાળો શરૂ થવાની તૈયારી હોય,એટલેકે 3 ઋતુઓ ભેગી થાય.*
*🟡ખાવા પીવામાં સહેજ આડું અવળું થાય અને માણસો માંદા થઈ જાય. માટે જ કીધું કે 100 શરદ ઋતુ સારા સ્વાસ્થ્ય સાથે જીવે તે સુખી માણસ કહેવાય.*
*🟦આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે આપણાં શાસ્ત્રકારોએ આ સંધિકાળમાં આયંબિલની ઓળી ને ધર્મના માધ્યમથી ગોઠવી છે.*
*⚡⚡તપથી શરીર સારું રહે અને જાપથી મન તંદુરસ્ત રહે.!!*
*💫💫કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે!!*
*🔵પરંતુ આપણે આ વારસાને વીસરી રહ્યા છીએ, પરિણામે શરીર અને મન બંને રીતે દુ:ખી થઈએ છીએ.*
*🔴શરદ પૂનમની રાત્રે ચંદ્ર અતિશય બળવાન હોય છે. તે પૃથ્વીની સહુથી નજીક આવે છે. તેનું તેજ ખૂબ હોય છે.*
*♦️♦️જ્યોતિષ શાસ્ત્રની રીતે વિચારીએ તો ચંદ્ર એટલે મન. જેનો ચંદ્ર એટલે કે મન સારું તેનું બધું સારું.*
*ટેકનોલોજીના યુગમાં બધાની બુદ્ધિ બગડે છે. કેમકે બુદ્ધિનો દુરુપયોગ વધી ગયો છે. તેથી જ માનસિક રોગો વધ્યા છે.*
*🔹મનની શાંતિ, સમાધિ, નિર્મળતા માટે આ રાત્રિ અતિ મહત્વની છે.*
*🟥ચાલો જાણીએ કે આ રાત્રિ દરમિયાન શું કરવાથી કેવા ફાયદા થાય છે.*
*🟢જેમની કુંડળી માં ચંદ્ર નબળો છે, ખૂબ વિચારો આવતા હોય, ખૂબ ગુસ્સો આવતો હોય તેમણે*
*🔸ૐ હ્રીં નમો અરિહંતાણં🔸*
*🟩આ મંત્ર નો 1008 વાર કે તેથી વધારે જાપ કરવાથી ચંદ્ર અને મન બળવાન બને છે.*
*🟠 વિદ્યાની દેવી,જ્ઞાનની અધિષ્ઠાત્રી, સદ્બુદ્ધિ આપનારી ભગવતી શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે શરદ પુનમ*
*▶️શરદ પૂનમ ની રાત્રે જે કોઇપણ ખૂબ શ્રધ્ધાથી સરસ્વતી દેવીની આરાધના કરે છે તેમની ઉપર માં ભગવતીની કૃપા અવશ્ય વરસે છે.*
*▶️જો ભણવામાં તકલીફ રહેતી હોય,જ્ઞાન ચડતું ના હોય,યાદશક્તિ ઓછી હોય,બોલવામાં તકલીફ પડતી હોય વગેરે*
*▶️જેમને ખૂબ અભ્યાસ કરવો છે, જ્ઞાનની આરાધના કરીને કંઈક સુંદર પરિણામ મેળવવા હોય તો આ શરદ પૂનમ ની રાત્રે ચંદ્ર નો પ્રકાશ આપણી ઉપર આવે તે રીતે બેસીને અવશ્ય સરસ્વતી દેવીની આરાધના કરવી.*
*ૐ હ્રીં સરસ્વત્યૈ નમઃ*
*અથવા*
*ૐ હ્રીં નમો નાણસ્સ*
*અથવા*
*ૐ હ્રીં સરસ્વતી દેવ્યૈ નમઃ*
*અથવા*
*ૐ ऐं નમઃ*
*🟧ઉપરના કોઇપણ મંત્રની ઓછામાં ઓછી 1 માળા અવશ્ય ગણવી.*
*1008 વાર એકાગ્રતાથી ગણવાથી સરસ્વતી દેવીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.*
*🟨 નમુત્થુણં સ્તોત્ર અથવા શક્ર્સ્તવ સ્તોત્ર 9 - 18 -27 - 36 - 108 વાર ( શક્તિ અનુસાર) ચંદ્ર ની ચાંદની મા બેસીને ભાવથી ગણવાથી મનશુદ્ધિ થાય છે.મનના ભાવોની નિર્મળતા વધે છે.શાંતિ,શાતા,સમાધિ મળે છે.*
*અશુભ કર્મોનો નાશ થાય છે.*
*▶️ શરદપૂનમની ચાંદની ઘણાંબધા રોગોમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી છે.*
*🟣જો તમારા શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, સ્કીન ને લગતા રોગો હોય, આંખો નબળી હોય, તો ચંદ્રનો પ્રકાશ શરીર પર આવતો હોય તેમ બેસવાથી કે સુઇ રહેવાથી ખૂબ ફાયદો થાય છે.*
*🟪પિત્તની તકલીફ રહેતી હોય તો*
*ખડી સાકર ને,રાત્રે ચંદ્ર ઉદયથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી,*
*ચંદ્રની ચાંદની આવતી હોય તેવા ખુલ્લા ભાગમાં પાતળું સફેદ કાપડ ઢાંકીને મુકી રાખવી અને જ્યારે જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.*
*આ સાકર ગરમીના સમયમાં વાપરવાથી અમૃત જેવું ફળ આપે છે.*
*▶️જો તમારી આંખો નબળી હોય તો શક્ય હોય તેટલા વધારે સમય સુધી એકીટશે ચન્દ્ર ની સામે જોવાથી આંખોની નબળાઈ થી રાહત થાય છે.*
*🟡આ રાત્રીએ કેળા ચંદ્ર પ્રકાશ માં રાખીને બીજા દિવસે સવારે વાપરવા થી શરીર ને ખૂબ પુષ્ટિ મળે છે.*
*🟦ટૂંકમાં જેમને પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું જોઈતું હોય તેમણે આ રાત્રિનો ખૂબ લાભ લેવો....*.
સુરેશ શાહ
9820363238
મુંબઈ
Comments
Post a Comment