Care about Health and Life
( આરોગ્ય અને જીવન વિશે કાળજી )
ગમે તેવાં ખીલ-ડાઘ હોય.... આ રામબાણ ઉપાય
આ માટે અનુભવીઓ અને જાણકારોની શીખ છે કે કોઇ વસ્તુ માત્ર તે જુની હોવાને કારણે તેને ઠુકરાવી ના દો એ જ રીતે આપણે ચિકિત્સાનો ભંડાર એવા આયુર્વેદને સામાન્ય ગણી તેનાં પર વિશ્વાસ નાં કરવો તે પણ તદન ખોટું છે.
આપણાં કુંટુંબમાં કે આપણી આસપાસ પરંપરાગત રૂપથી ઘણાં કાર્ય થાય છે જેમાં ઘણાં હજી પણ લાજવાબ છે. અહીં અમે કેટલાક અસરકારક નુસખાઓ અપનાવીએ છીએ, જે પ્રયોગ કરવા પર ચોકક્સ તમને ફાયદો થશે.
ખીલોથી મુક્તિ –
નારંગી અને ચારોળીની છાલને દુધની સાથે પીસીને તેનો લેપ તૈયાર કરી લો અને ચહેરા પર લગાડો. તેને સરસ રીતે સુકાવા દો અને પછી ખુબ સારી રીતે મસળીને ચહેરો ધોઇ લો. તેનાથી ચહેરા પરનાં ખીલ ગાયબ થઇ જશે. જો તમે એક અઠવાડિયાં સુધી આ પ્રયોગ કરો છતાં પણ તેનું ધાર્યુ પરિણામ ના મળે તો તેનો પ્રયોગ ચાલુ રાખો.
ચમકતો ચહેરો –
ચારોળીને ગુલાબજળની સાથે ખલબસ્તામાં પીસીને કે મિક્ષરમાં બારીક પીસીને લેપ તૈયાર કરી તેને ચહેરા પર લગાડો. લેપ જ્યારે સુકાઇ જાય ત્યારે તેને સારી રીતે મસળી લો અને ચહેરો ધોઇ લો. તેનાથી તમારો ચહેરો ચમકદાર, સુંદર બનશે. તેનો એક સપ્તાહ સુધી રોજ પ્રયોગ કરો. તે બાદ સપ્તાહમાં બે વાર લગાડો. તેનાથી તમારો ચહેરો ખીલેલો, ચમકદાર અને તાજો રહેશે.
ખંજવાળથી રાહત –
જો તમે ભીની ખંજવાળ આવતી રહેતી હોય તો 10 ગ્રામ પીસેલુ સુહાગા, 100 ગ્રામ પીસેલી ચારોળી, 10 ગ્રામ ગુલાબજળ – આ ત્રણેયને મિક્સ કરી તેનો પાતળો લેપ તૈયાર કરી લો અને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાડતા રહો. આવું લગભગ 4- 5 દિવસ કરો. તેમાં ખંજવાળમાં ઘણી રાહત મળશે
Comments
Post a Comment