અથર્વવેદ અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું અથર્વવેદ ( સંસ્કૃત : अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે [ ૧] [ ૨] . અથર્વવેદનો અર્થ થાય છે , અથર્વનું જ્ઞાન , જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન , આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. [ ૩] વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ ૪૨૮૭ મંત્રો છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડ (સ્કંધ)માં વહેંચાયેલા છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા કાંડ સિવાયના બધા જ કાંડ પદ્ય સ્વરૂપે રચાયા છે [ ૪] . ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે. અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે , જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે , પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે [ ...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....