મહાભારત નું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં. પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું.. "હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ?" પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને ફક્ત સ્મિત આપ્યું. પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં. ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં : 'હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..' રુક્મિણી : કયું પાપ નાથ ? શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ.. એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતાં. પણ, એમણે મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ? આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂ