Skip to main content

Posts

Showing posts from August, 2017

Nirmal Naam Amba Maa Tamaru ( નિર્મળ નામ અંબા માં તમારું )

Nirmal Naam Amba Maa Tamaru (નિર્મળ નામ અંબા માં તમારું) નિર્મળ નામ અંબા માં તમારું, ધ્યાન ધરું માં લેજો સલામ, શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ. નમું નિરાકાર ઈચ્છા શક્તિને, ભ્રમ્હા વિશુને શંકર ત્રિગુણ, નમું ઔમ શબ્દ ધૂન ધુનકાર,  જ્યાં શક્તિ છે સુનમાં સુન;  નમું જામ ઇન્દ્રમાં શક્તિ, પાણી માં છે રાજા વરુણ,  તે શક્તિથી રાજ ભોગવે, હરનીશ ગાઈ અંબાના ગુણ. નમું, શક્તિથી સૃષ્ટિ રચી, તમે કઈક ભક્ત ના કીધા કામ,  શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ. નમું શક્તિ રૂપે તું જ્યાં છે, નામું શક્તિથી રહ્યો સંસાર,  નમું નવદુર્ગા નવખંડ પૃથ્વી નવકુળ નાગ કરે ફુંકાર; નમું શક્તિ જે શેષ નાગ માં, ફેણ પર પૃથ્વી નો ઝીલ્યો ભાર,  નમું શક્તિથી માર્યા દૈત્યને, વિષ્ણુ સંગ તો ધરી અવતાર;  તનમાં રમે તું મન માં રમે તું, સગળે વ્યાપક ઠામો ઠામ. શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ. કળી કાળમાં સાચી દેવી, ચંડિકા ચાચર વાળી,  નમું નર્મદા ગંગા જમના, તે શક્તિથી જાય ચ...

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્...