* 👴 વાણીયા*: કેમ, તમે કંઇ બચત નથી કરી ? * 👱 પટેલ*: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે. * 👴 વાણીયા*: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ? * 👱 પટેલ* : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય. * 👴 વાણીયા* : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે. * 👱 પટેલ*: લે એ કેવી રીતે ? * 👴 વાણીયા:* જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. ☝ પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75/-ને બદલે 65/- રૂપિયામાં નોકરી મળી હોતતો તું એ નોકરી સ્વિકારત કે નહી? 👴 મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10%ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે તને ગમતી જગ્યાઅે ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવા ની અને એમાંથી ક્યારેય ...